Profile cover photo
Profile photo
Vikas Kaila
6 followers
6 followers
About
Posts

Post has attachment
જીવનપરિચય / સતી લોયણનાં ભજનો / ડૉ.નાથાલાલ ગોહિલ

ભજનિક સંતકવિઓના જીવનસંદર્ભે અનેક મતમતાંતરો રહ્યા છે તેમ સંત-કવયિત્રી લોયણના જીવન વિશે પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. અત્યારસુધીના ભજનસંગ્રહો, પરિચય આપતી પુસ્તિકાઓ અને ભજનિકો પાસેથી જે માહિતી મળે છે તેમાં જે શ્રદ્ધેય જણાયું છે તેમાં ‘સોરઠી સતવાણી', 'ભક્તિસાગર-ર', 'ગુજરાતી સાહિત્યકોશ, ખંડ ૧ : મધ્યકાળ’ અને ડૉ. નિરંજન રાજ્યગુરુએ આપેલ 'સત કેરી વાણી’ની પરિશિષ્ટનોંધનો સમાવેશ થાય છે.

સતી લાયણનો જન્મ લુહાર જ્ઞાતિમા વીરાભગતને ત્યાં કીડી (તા. બાબરા, જિ. અમરેલી) ગામ થયો હતો. પિતા મહાપંથી હોવાથી તેમને ઘેર પાટઉપાસના થતી તે સમયે અનેક સંત-સાધુ-ભજનિકો પધારતા. બાળપણથી લોયણમાં આ ભજન અને પંથપરંપરાના સંસ્કારોપડયા.

લોયણને ભગવાને અપાર રૂપ આપ્યું હતુ. આટકોટનો વિલાસી રાજવી લાખો રૂપવતી લોયણને મેળવવા અનેક પ્રયત્નો કરવા છતા નિષ્ફળ ગયો. ધમાંધ લાખો બળાત્કારે લોયણને સ્પર્શવા જતા કોઢિયો બન્યો. પછી પશ્ચાતાપમાં લાખો લોયણને શરણે આવે છે. મહાપંથમાં નારીનુ સ્થાન ગુરૂનુ છે. તોરલે જેસલને, રૂપાંદેએ માલદેવને, ડાળલદેએ રાવતરણશીને બોધ આપ્યો છે. તેમ અહીં લાખાને લોયણ ભક્તિનો માર્ગ દર્શાવી અગમભેદની ગુરુચાવી આપે છે.

લોયણ નાની વયે ગુરુ ઉગમશીના પરિચયમાં આવેલી. તેમના સમર્થ શિષ્ય શેલર્ષી મહારાજ યોગવિદ્યાના અનુભવી સાધક હતા. શેલર્ષી પૂર્વાશ્રમમાં ગઢ ઢેલડી (મોરબી)ના રાજવી હોવાનું કહેવાય છે.

સંત લાખા અને સતી લોયણ વિશે સ્વામી શ્રી આત્મપ્રકાશજી (બખરલા, તા. પોરબંદર) - સંપાદિત ભજનસંગ્રહ અને તેમાં કથાકાર કાળીદાસ મહારાજના (‘જનકલ્યાણ’ વર્ષ-ર, અંક-૧ ના) લેખને આધારે લોયણ જામખંભાળિયામાં લુહારને ઘેર જન્મી હતી. લોયણ અતિ રૂપાળી કામણગારી કાયાવાળી હતી. આ વિસ્તારમાં લાખો આહિર કે કાઠી હતો જે ચોરીલૂંટફાટનો ધંધો કરતો હતો. લોયણ તેની પ્રેમિકા હતી. તેને સંત સેલણસી જે પૂર્વાશ્રમમાં મહેર જ્ઞાતિના હતા તેમણે ગુરુબોધ આપી લોયણને સદમાર્ગે વાળી હતી. સાહિત્ય સંગમ - સુરત દ્વારા પ્રકાશિત ‘લાખો લોયણ'માં લાખાને કચ્છનો વિહારી રાજા રા'લાખો અને લોયણને મજેવડીની દેવતણખી લુહારની દીકરી કહે છે. અહીં કચ્છનો લાખો જૂનાગઢ મજેવડી સુધી આવે તે સ્વીકાર્ય બનતું નથી. મજેવડીમાં લુહાર ભગત દેવતણખી અને તેની પુત્રી લીરલબાઈ દેવાયત પંડિતના સમયમાં થઈ ગયાં છે તે કથા સાથે લોયણની કથાને ભેળવી દીધી છે.

-ડૉ.નાથાલાલ ગોહિલ
= = = = = = = = = =
સાથે વાંચો આજથી GujLit App Web​ પર સતી લોયણનાં ભજનો.... સાથે ડૉ.નાથાલાલ ગોહિલનું સંશોધન નોંધ પણ વાંચો....

લિંક : http://www.gujlit.com/profile.php?pId=105
= = =
Add a comment...

Post has attachment
કવિ નર્મદએ શ્રી નંદાશંકર તુલજાશંકર મહેતાને લખેલા બે પત્રો....

http://www.gujlit.com/book-index.php?bIId=7654
Add a comment...

Post has attachment
નીરા બેપાંચ ડગલાં ચાલીને ગર્ભગૃહનાં દ્વાર નજીક આવી. એને લાગ્યું કે એની આંખો વધારે ધુંધળી પડી ગઈ હતી. એની અસ્થિર દૃષ્ટિ પાર્વતીની મૂર્તિનાં આભૂષણો પર સ્થિર થવાનો પ્રયત્ન કરવા લાગી. એ લગભગ શૂન્ય બની ગઈ. ત્યાં અવાજના એક મોજાએ એને હચમચાવી દીધી. કોણ જાણે ક્યાંથી આવીને કોઈકે નગારું વગાડવા માંડ્યું. બીજા કેટલાક માણસો ઘંટ વગાડવા લાગ્યા. અને એ ધ્વનિઓના સમૂહથી ક્યાંય ઉપરવટ નીકળી આવીને શિવશંકરનો સ્વર સર્વત્ર વિસ્તરી ગયો– મંત્રોચ્ચારરૂપે. આરોહઅવરોહ રચતા, શુદ્ધ ઉચ્ચારોથી મંડિત, ભાવપૂર્ણ એ સ્વરવિસ્તારમાં ધીમે ધીમે ભળ્યો.

Read More on Bellow Link :
http://www.gujlit.com/book-index.php?bIId=7652
Add a comment...

Post has attachment
શું છે...? / રમેશ પારેખ

આ આંખ ધૂળ છાંયડા અજવાસ વગેરે
શું છે ધબકતી નાડીઓ ને શ્વાસ વગેરે

પરપોટા શું છે, શું છે આ ભરતી વમળ ને ધોધ
જળ શું છે, શું છે આંખની ભીનાશ વગેરે

શું છે આ ભીડ, શું છે સમૂહ, શું છે આ કતાર
શું છે આ દોટ, શું છે આ વિશ્વાસ વગેરે

શું છે પીડા અને આ પીડાનો શો અર્થ છે
શું છે આ નામ, શું છે આ સહવાસ વગેરે

શું છે નજરનું થાકી જવું, શું છે ઉડ્ડયન
શું છે આ ખાલી સાંજ ને આકાશ વગેરે

શું છે રમેશ, શું છે આ ચશ્માં, શું છે આ ક્ષણ
ઘર શું છે અને શું છે આ અહેસાસ વગેરે

(૦૭-૦૫-૧૯૭૫ / બુધ)
http://www.gujlit.com/book-details.php?bId=128
Add a comment...

Post has attachment
"મારી ઓરત બીમાર છે."
"ઓરતની બીમારીમાં તમે જઈને શું કરવાના હતા ? આપણે તો ઓઝલ-પર્દાવાળા છીએ : સમજો છો ને ?"
"ખુદાવંદ !" એ જુવાન ’લાન્સર’ની સજળ બે આંખો અમલદારની સામે તાકી રહી. વધુ તો નહિ એક અઠવાડિયાની જ રજા એ બે આંખો યાચી રહી હતી.

"જાઓ : ત્રણ દિવસની રજા આપું છું."
"ત્રણ દિવસ ! ગરીબપરવર, સ્ટેશનથી મારું ગામ પચીસ કોસ છેટું છે."
"ત્રણ દિવસ. જિદ ન કરો. રસાલાના મામલા છે."
"પણ આપ નામદાર વિચાર ક-"
"ચૂપ ! ત્રણ દિવસ : ટંચન !"
’ટંચન’ શબ્દ - અને કલ્યાણસંગનું શરીર ટટ્ટાર બન્યું; એનો જમણો હાથ સલામ કરતો લમણા પર અટક્યો.

Read Full Story on Bellow Link :
http://www.gujlit.com/book-index.php?bIId=7640
Add a comment...

Post has attachment
(ભીષ્મ, કુંતી અને ગાંધારી દૃશ્યમાન, ભીષ્મ હવે થોડા વૃદ્ધ લાગે છે.)
કુંતી : મહારાજ પાંડુના મૃત્યુ પછી એમના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિરને હસ્તિનાપુરના યુવરાજ તરીકે ઘોષિત કરવાનો સમય આવી ગયો છે, પિતામહ.
ગાંધારી : પિતામહ, જ્યેષ્ઠ પુત્રને જ રાજગાદીએ બેસાડવાની પરંપરા હોય તો મહારાજ ધૃતરાષ્ટ્ર સાથે અન્યાય કેમ ? ને કુંતી એ વિસરી જાય છે, કે હવે હસ્તિનાપુર નરેશ મહારાજ ધૃતરાષ્ટ્ર છે અને એમના જ્યેષ્ઠપુત્ર તરીકે દુર્યોધનને યુવરાજપદે ઘોષિત કરવો જોઈએ.
કુંતી : મહારાજ પાંડુના અપમૃત્યુને કારણે મહારાજ ધૃતરાષ્ટ્રને સત્તા સોંપવામાં આવી હતી.
ગાંધારી : સાચા ઉત્તરાધિકારી તો મહારાજ ધૃતરાષ્ટ્ર હતા. એ તો પિતામહે...
કુંતી : (ગાંધારીને) તમે એ કેમ વિસરી ગયા, કે જેઠજી જન્મથી અંધ હતા અને પિતામહ.....

Read More on Bellow Link :
http://www.gujlit.com/book-index.php?bIId=7639
Add a comment...

Post has attachment
રાસની ગઝલ / અનિલ વાળા

લ્યો, લખું એકાદ સૂક્કા શ્વાસની ગઝલ,
જિંદગીનાં એકલાં આભાસની ગઝલ.

ક્રૌંચના વધ બાદ જે અટકી પડી,
લ્યો, લખું હું વાલિયાની-વ્યાસની ગઝલ.

વાયરો આવે અને ફરક્યાં કરે સતત,
આપણું મેદાન - લીલાં ઘાસની ગઝલ.

એકઠી કરતો રહું ચોપાસથી સદા,
જ્યાં મળે, જ્યાંથી મળે છે રાસની ગઝલ.

છો તમે ચંદન અને પાણી સમાન હું,
મેં લખી છે એટલે રૈદાસની ગઝલ.

http://www.gujlit.com/book-details.php?bId=105
Add a comment...

Post has attachment
રાવજીનું શૈશવ ગરીબ ગ્રામીણ કુટુંબમાં અનેક અભાવો વચ્ચે પસાર થયું છે. તો બાળપણમાં આ સ્થિતિમાં સહેજપણ ફેર પડતો નથી. ઊલટાનું અભાવનું આ વાતાવરણ બાળક રાવજીના સંવેદનતંત્રને વધારે તીવ્ર બનાવે છે. બાળપણમાં શાળાએ જતાં સૂઈ ગામની એક વૃદ્ધાને એણે બળતે બપોરે ઉઘાડા પગે ચાલતી જોઈ પોતાની ચંપલ તેને આપી દીધેલી અને પોતે વડનાં પાંદડાંની મોજડીઓ બનાવીને પહેરી લીધી હતી. આ ઘટના તેના ચિત્ત ઉપર ચિર પ્રભાવ મૂકી ગયેલી જણાય છે. તેના કાવ્ય ‘એક ઊથલો’માં તેનું પ્રતિબિંબ દેખાય છે.

'રામપુરાના શાંત પુકુરની પાળ પરના ઘટાદાર વડીલ,
છાંય નીચે દફતર કોરે મૂકીને હાંફતો એક કિશોર
વટપત્રની બે મોજડીઓ બનાવતો - હજી કોની વાટ જુએ છે - આટલાં વર્ષો પછીય?
આટલાં વર્ષો પછીય એની બનાવેલી એ મોજડીઓ ભણી કોઈનાંય અભિતપ્ત ચરણ ના ગયાં?
રામપુરાના પ્રશાંત પુકુરની પાળ પરથી ચપોચપ ચાલી જતી એ કિશોરીનું કોણ હરણ કરી ગયું ?
એને કોણ હરી ગયું ?’
(‘અંગત’, કાવ્ય – એક ઉથલો)

Read Full Article on Bellow Link :
http://www.gujlit.com/book-index.php?bIId=7621
Add a comment...

Post has attachment
રાવજીનો તેનાં સર્જનો સાથે એક વિલક્ષણ નાતો રહ્યો છે. બહુ ઓછા કવિઓમાં એવું જોવા મળે કે તેમન અંગતજીવનના સંદર્ભો તેમના સર્જનોમાં સ્પષ્ટ રંગ-રેખા અને આકારમાં પામી શકાય. તેથી ઊલટું, ઘણા સર્જકોમાં આ સર્જક-સર્જન સંબંધ અતિ સ્પષ્ટ અને ગાણિતિક રૂપનો પણ જોવા મળે. જેમકે કલાપી. કલાપીના જીવનની કેટલીક ઘટનાઓનું વર્ણન-આલેખન તેમની કવિતાઓમાં થયેલું જોવા મળે છે. પરંતુ એ બધું હંમેશાં કાવ્યકળાના પરિમાણમાં ઓગળીને એકરૂપ થયેલું અનુભવાતું નથી. જ્યારે એ સંદર્ભમાં રાવજીનો તેનાં સર્જનો સાથે એક વિલક્ષણ નાતો રહ્યો છે. રાવજીનું જીવન જે વિશિષ્ટ સંજોગો અને વિષમતાઓ વચ્ચે પસાર થયું તેનો ઊંડો પ્રભાવ તેનાં સર્જનો પર પડ્યો છે. અલબત્ત, આ પ્રભાવ કાવ્યકળાના પરિમાણમાં નિર્ગલિત થઈ ગયેલો હોઈ જીવનના સંદર્ભના અભાવમાં પણ તેનાં કાવ્યોને માણવા કે પ્રમાણવામાં તકલીફ પડતી નથી. પણ તેના જીવનના સંદર્ભોના આલોકમાં તેનાં સર્જનોને જોવાથી તેના સર્જનોને એક વિશિષ્ટ પરિમાણ અવશ્ય પ્રાપ્ત થાય છે.

Read Full Article on bellow link :
http://www.gujlit.com/book-index.php?bIId=7621
Add a comment...

Post has attachment
બિછાનેથી / રાવજી પટેલ

નજરની અડોઅડ નભ ઝરે...
અચાનક કવિતાની ચોપડીથી નીસરતો
યક્ષિણીનો આર્તનાદ !
પથારીમાં ગોટવાતા મેઘના પહાડ.
ઓરડીમાં કફ છૂટ્યાં વિહગનો વીંઝવાતો ભાર.
જર્જર...
અચાનક પથારીમાં કણસતું સારસીની ડોક સમું કાંડું;
એને શ્વાસની કુમાશથી હું સાહી લઉં.
જર્જર....
ચિત્કાર ચોતરફ જલ તણો આવરતો.
એક
એક
પલ તણો વધ થતો
માખી પર માંદગીનું હળુ થયું હલનચલન.
જર્જર.....
ખેતરમાં રોટલાના બચકે ચડાવતો’તો અડદની દાળ,
કને ઘીની ધાર જેવું જોતી હતી નાર.
એ જ આ સમય !
જર્જર.....
બારીમાંથી મેઘછાયી ટેકરીઓ પર
હવે ફેરવું છું હાથ.
માંદાં પોપચાંમાં ખીલી ઊઠી તાજીતમ રાત !
રહી રહી માટીની સુગંધ મારી હથેલીને અડે,
ઔષધનું લોહી પણ ફેણ ઊંચી કરે!
જર્જર.....
એકાએક નિઃસહાય મેઘ મારા ખભા પર પછાડતો શીર્ષ.
અહીં નગરની અગાશીઓ પર
એનો – અજાણ્યાનો ઠરે નહીં પગ.
જર્જર.....
પડ્યા હજીય આ શયનની કોર,
કોળી ઊઠે વળી વળી વાછટમાં મોર.
http://www.gujlit.com/book-details.php?bId=126
Add a comment...
Wait while more posts are being loaded