Profile

Cover photo
urvish kothari
1,804 followers|2,562,611 views
AboutPostsPhotosYouTube

Stream

urvish kothari

Shared publicly  - 
10
1
Sumant Vashi's profile photo
 
Urvishbhai,
mazama??
Don't hold the Harmonica in bothends,instead hold it by your both the hands' fingers keeping  on each other and make like a Khoba and it will give some echo and you will also fill time to take a mini breath Try to see any harmonica player on youtube..
dadu  Chicago (Me too a Harmonica player)
Add a comment...

urvish kothari

Shared publicly  - 
 
તેમનો અવાજ પરંપરાગત અર્થમાં મઘુર કહેવાય એવો નહીં, જરા નમકીન હતો. પરંતુ કવ્વાલીની શરૂઆતમાં હાર્મોનિયમના સૂર રેલાય, તાળીઓ અને તબલાંના તાલ આરંભાય અને સૂરમંડપ બંધાતો હોય, તેમાં નુસરત આલાપ છેડે એટલે જાણે બઘું થંભી ગયું હોય એવું લાગે. શાસ્ત્રીય સંગીતની તાલીમ અને રીયાઝને લીધે તેમનો અવાજ ‘તાલીમી’ તો ખરો જ, પણ કેવળ ‘શાસ્ત્રીય તાલીમી’ નહીં. કોઇ પણ સારા ગાયકના અવાજમાં હોય એવું દૈવી તત્ત્વ તેમના અવાજમાં હતું, જે સાંભળનાર નાસ્તિક હોય તો પણ તેને દિવ્ય શાંતિનો અનુભવ કરાવે. કવ્વાલી જેમ આગળ વધતી જાય તેમ સાંભળનારનું નુસરતના અવાજ અને સંગીત સાથેનું સંધાન વઘુ ને વઘુ ગાઢ બનતું જાય, તાલની ગતિ ઝડપી બનતી જાય, નુસરતનો અવાજ ઊંચી, વઘુ ઊંચી બુલંદીની સફર કરાવતો જાય, એમ કરતાં તાલ-લય-ગતિ-ગાયકીની ચરમસીમાએ પહોંચ્યા પછી કવ્વાલી પૂરી થાય એ સાથે જ ભાવસમાધિ કે મઘુર સ્વપ્ન પૂરું થયું હોય એવું લાગે.
 ·  Translate
6
moahammed elyas Khan's profile photo
 
Any form of art will always be abstract, because it is divine. when anything transforms in to divinity it becomes abstract. Truth is abstract, Almighty is abstract and so both are one and beautiful. One has to achieve divine status to achieve THE ART.
Add a comment...

urvish kothari

Shared publicly  - 
 
~ ‘સાર્થક જલસો’ : આ દિવાળીએ વાચનની અભૂતપૂર્વ આતશબાજી ~

આ દિવાળી પર ‘સાર્થક જલસો’નો પહેલો અંક પ્રગટ થશે. સમૃદ્ધ, સરસ અને ગુજરાતી મુખ્ય ધારાનાં સામયિકોમાં ભાગ્યે જ વાંચવા મળે એવી ઠોસ વાચનસામગ્રી ‘સાર્થક જલસો’ની મુખ્ય તાકાત- અને તેની ખાસિયત- બને, એવો અમારો પ્રયાસ છે.

રૂ.૫૦ની છૂટક કિંમત અને આશરે ૧૫૦ પાનાં ધરાવતા ‘સાર્થક જલસો’માં, દિવાળી અંકોની સર્કિટમાં જાણીતા હોય એવા કોઇ લેખકનો લેખ નથી. ઘસાયેલી કલમો ઉપરાંત અમારા ગુરુજનોની કસાયેલી કલમોનો ઉપયોગ પણ પહેલા અંકમાં કર્યો નથી. આશય એટલો જ કે ઓછું લખતા અથવા ઓછા જાણીતા સજ્જ લેખકો પાસેથી ઉત્તમ સામગ્રી કઢાવીને ગુજરાતી વાચકોને પીરસી શકાય. ગુજરાતી વાચનમાં અને વાચકોની મનોસૃષ્ટિમાં નવાં નામ ઉમેરાય, સાથે નવુંનક્કોર-નવુંનક્કર કામ પણ ઉમેરાય.

‘સાર્થક જલસો’ ગુજરાતના ખૂણેખાંચરે, વઘુ ને વઘુ વાચનરસિયાઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય? - અને તેમાં તમે સૌ વાચનપ્રેમી મિત્રો કેવી રીતે મદદરૂપ થઇ શકો?

જરૂર જણાવશો. આભાર... 
 ·  Translate
ત્રણેક મહિના પહેલાંની વાત છે. બીરેનના બ્લોગ પર મિત્ર અમિત જોશીએ ગયા વર્ષના દિવાળી અંકો વિશે એક સમીક્ષાલેખ લખ્યો હતો. પાકા વાચક અને અનિયમિત લેખક અમિતની ફરિયાદનો ...
9
Dasharathlal Pankhi's profile photoHimanshu Muni's profile photovijay patel's profile photourvish kothari's profile photo
10 comments
 
pl. drop a message on uakothri@gmail.com.
will send you HDFC a/c details & also address to send your chq if HDFC option is not convenient. 
Add a comment...

urvish kothari

Shared publicly  - 
 
‘એક્ટિંગની કશી તાલીમ વિના ફિલ્મમાં કામ કરવાનું ફાવ્યું?’ એવા સવાલના જવાબમાં ગુજરાતી ફિલ્મો જોવાના શોખીન શામજીભાઇએ કહ્યું, ‘ડાયલોગ આપણી ઇશ્ટાઇલથી જ બોલવાના હતા. એટલે કશી તકલીફ ન પડી.’ બાર-તેર વર્ષથી ટ્રક ડ્રાયવર તરીકે કામ કરતા શામજીભાઇએ કટકે કટકે થઇને ૩૫ દિવસ સુધી ફિલ્મ માટે કામ કર્યું, પણ હજુ સુધી એમણે આખી ફિલ્મ જોઇ નથી. આજે તેમની સાથે વાત થઇ ત્યારે એ તેના સુમરાસરના ઘરે હતા. તેમની પર અભિનંદનના થોડા ફોન આવ્યા હતા, પણ ‘મીઠાઇ લાવ્યા કે નહીં?’ એવા સવાલનો જવાબ ‘એમાં શું મીઠાઇ લાવવાની?’ એ મતલબના હાસ્યથી આપ્યો હતો.
 ·  Translate
7
Suresh Aswar's profile photo
 
Aakhi film jovi hoi to link chhe aap ni pase?
Add a comment...

urvish kothari

Shared publicly  - 
 
મોદીને ભગવાન માનતા ભૂતપૂર્વ પોલીસ અફસર વણઝારાનાં સ્વસ્તિવચનો હોય કે સુપ્રીમ કોર્ટના ‘સલાહકાર મિત્ર’ રાજુ રામચંદ્રનનો અહેવાલ, મોદીનું કબાટ અનેક હાડપિંજરોથી ખીચોખીચ ભરાયેલું છે. ‘કેગ’ના અહેવાલોમાં રાજ્ય સરકારના ભ્રષ્ટાચારની ટીકાથી માંડીને લોકાયુક્ત તરીકે જસ્ટિસ મહેતાની નિમણૂંકમાં મુખ્ય મંત્રી તરીકે મોદીની ભૂમિકા પારદર્શકતા અને સુશાસનની વાતો કરતા કોઇ નેતાને છાજે એવી બિલકુલ નથી. કોમી હિંસા અને ત્યાર પછી ‘મુખ્ય મંત્રીની હત્યાના કાવતરા માટે આવેલા ત્રાસવાદીઓ’નાં એન્કાઉન્ટર બાબતે મોદી સરકાર ન્યાયના પક્ષે ઊભી હોય, એવું કદી લાગ્યું નથી. અદાલતોએ ઘણુંખરું તેમની સરકારને કાંઠલેથી ઝાલવી પડી છે.

આ બઘું જોવું કે નહીં, મન પર લેવું કે ન લેવું, યાદ રાખવું કે ભૂલી જવું, એ વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો છે. પરંતુ આવું કશું છે જ નહીં અને આ બધો ‘મોદીવિરોધીઓનો’ કે ‘ગુજરાતવિરોધીઓનો’ જૂઠો પ્રચાર છે, એમ કહેવું દિવસને રાત કહેવા બરાબર છે. ગુજરાતમાં ઘણાને- અને દેશમાં પણ કેટલાકને આમ કરવામાં પરમ સુખનો અનુભવ થાય છે.
 ·  Translate
ગયા સપ્તાહે ભાજપની લાંબી આંતરિક ખેંચતાણનો અંત આવ્યો. 'ભાજપાસ્થળી'ની સંભાવના ટળી ને અંગ્રેજી શબ્દપ્રયોગ પ્રમાણે, 'ચાના પ્યાલામાં ફુંકાયેલું વાવાઝોડું' (સ્ટોર્મ ઇન ...
2
1
Shrimali Nirav's profile photo
 
વેરી ગુડ
 ·  Translate
Add a comment...

urvish kothari

Shared publicly  - 
 
ડી.જી.વણઝારાનો આખો પત્ર પ્રસાર માઘ્યમોમાં આવી ગયો છે. તેના કેટલાક ચુનંદા અંશ મથાળાંમાં પણ ચમક્યા છે. છતાં સરસ અંગ્રેજીમાં લખાયેલા એ પત્રનાં કેટલાંક વાક્યો વિચારપ્રેરક, હજુ આંખ ભીડીને બેઠેલાની આંખ ઉઘાડી શકે એવાં છે.

વણઝારાના પત્રમાંથી બે વાર વાંચવા અને શાંતિથી સમજવા જેવી કેટલીક ‘કણિકાઓ’.
 ·  Translate
નુસરત ફતેહઅલીખાને ગાયેલી એક અનોખી કવ્વાલીમાં શાયર ઉપરવાળાને સંબોધીને કહે છે : 'તુમ એક ગોરખધંધા હો'. સ્પેન્ડેડ પોલીસ અફસર ડી.જી.વણઝારાનો પત્ર વાંચીને 'ગોરખધંધા' ...
1
vijay patel's profile photo
 
so poor...congress n followers !!!...even slept , dont know-the wind blown
Add a comment...

urvish kothari

Shared publicly  - 
6
Narendra Phanse's profile photoHetal Chauhan's profile photo
2 comments
 
congrets
Add a comment...

urvish kothari

Shared publicly  - 
 
મોટા ભાગના લોકોને સૌથી વઘુ પીડા એ વાતની હોય છે કે તેમની પીડાને કોઇ ગંભીરતાથી લેતું નથી. ફેસબુક-વોટ્‌સ એપ પર તેનાં સ્ટેટસ મુકી શકાતાં નથી. મામુલી તાવ આવે ત્યારે ગંભીર ચહેરે અને સહાનુભૂતિના કોથળા ભરીને ખબર કાઢવા આવી જનારા શ્વાનપર્વ નિમિત્તે આવે ત્યારે તેમના ચહેરા પર ધારણ કરેલી બનાવટી ગંભીરતાની પાછળ હાસ્યની રેખાઓ ફરકતી જોઇ શકાય છે. ‘જાલીમ જમાનો બીજાની પીડામાંથી સદાકાળ આનંદ લેતો આવ્યો છે’ એવું ફિલ્મી આશ્વાસન ત્યારે થોડુંઘણું કામ લાગે છે. ખુન્નસબાજ લોકો મનોમન વિચારે છે, ‘બચ્ચુ, એક વાર તને કૂતરું કરડે એટલી વાર છે. તારી ખબર જોવા માટે હું કૂતરાના આકારની કેક લઇને ન આવું તો કહેજે.’
 ·  Translate
પત્રકારત્વના પંડિતો ભલે પાંડિત્ય ડહોળે કે 'કૂતરું માણસને કરડે એ સમાચાર નથી.' એક વાર કૂતરું કરડ્યા પછી તેમને સમજાશે કે જો એ માણસ આપણે પોતે કે આપણું કોઇ પરિચિત-સ્નેહી ...
8
vijay patel's profile photoDilip Gohil's profile photo
2 comments
 
કેટલા ઇન્જેક્શન લેવા પડ્યા છે?
 ·  Translate
Add a comment...

urvish kothari

Shared publicly  - 
 
અડવાણી : ઓહો, આ ભાજપની બેઠક છે કે કૌરવસભા? અહીં કોઇ સાચું કહેવા તૈયાર જ નથી?

જેટલી : જે છે તે આ છે. કૌરવસભામાં ભીષ્મ થવું છે કે દ્રૌપદી, એ તમારે નક્કી કરવાનું છે.
 ·  Translate
મહિનાઓની ખેંચતાણ પછી ભાજપે આખરે વડાપ્રધાનપદના ઉમેદવારનું નામ પાડ્યું. એ બેઠકમાં અડવાણી 'દેખવું નહીં ને દાઝવું નહીં' ન્યાયે ગેરહાજર રહ્યા. ૮૫ વર્ષે અડવાણીની તબિયત ...
7
vijay patel's profile photo
 
હે મારા પ્રભુ, લોકો કલ્પના પણ સાત્વિક કરી શકતા નથી, શું તેઓના આત્મા પથ્થર
જેવા જડ઼ થઈ ગયા હશે કે પછી ગીરવે મુકાઈ ગયા છે ?
 ·  Translate
Add a comment...

urvish kothari

Shared publicly  - 
 
અડવાણી : ઓહો, આ ભાજપની બેઠક છે કે કૌરવસભા? અહીં કોઇ સાચું કહેવા તૈયાર જ નથી?

જેટલી : જે છે તે આ છે. કૌરવસભામાં ભીષ્મ થવું છે કે દ્રૌપદી, એ તમારે નક્કી કરવાનું છે.

અડવાણી : (એકદમ પોતાનાં કપડાં સંકોરતાં) હું માની શકતો નથી કે હું ભાજપની બેઠકમાં બેઠો છું. એવું લાગે છે, જાણે આપણી વચ્ચે પણ કોઇ  ‘સોનિયા ગાંધી’ બેઠાં છે, જેના અદૃશ્ય ઇશારે આખી બેઠકની કાર્યવાહી ચાલે છે અને તેની દિશા નક્કી થાય છે. તેમનો વિરોધ કરવાની કોઇની હિંમત ચાલતી નથી. બધા તેમની આગળ લાલચથી પૂંછડી પટપટાવે છે અથવા બીકથી સમર્પણભાવે પૂંછડી પગ વચ્ચે દબાવીને બેસી ગયા છે. પણ યાદ રાખજો, મારું નામ લાલકૃષ્ણ છે. હું એક વાર નિરાશ્રિત થઇ ચૂક્યો છું. બીજી વાર એ અનુભવ લેવા માગતો નથી.
 ·  Translate
મહિનાઓની ખેંચતાણ પછી ભાજપે આખરે વડાપ્રધાનપદના ઉમેદવારનું નામ પાડ્યું. એ બેઠકમાં અડવાણી 'દેખવું નહીં ને દાઝવું નહીં' ન્યાયે ગેરહાજર રહ્યા. ૮૫ વર્ષે અડવાણીની તબિયત ...
1
Add a comment...

urvish kothari

Shared publicly  - 
 
બે દાયકાથી પણ વધુની લેખન કારકિર્દી પછી દીપક સોલિયાનું પહેલું - અને સાર્થક પ્રકાશનનું પાંચમું- પુસ્તક ’સિદ્ધાર્થ- એક ક્લાસિક કૃતિ’ આવ્યું
... અને દિવસોની આતુરતા, વર્ષોની પ્રતીક્ષાનો અંત આવ્યો છે.
 ·  Translate
5
Add a comment...
Story
Tagline
Writer-Journalist, Researcher & humorist in Gujarati
Links
Basic Information
Gender
Male