Profile cover photo
Profile photo
biren kothari
301 followers -
writer-blogger-compiler- translator(Eng/Hin.to Guj.)-interested in many things like vintage Hindi film music, arts, humour
writer-blogger-compiler- translator(Eng/Hin.to Guj.)-interested in many things like vintage Hindi film music, arts, humour

301 followers
About
biren's posts

Post has attachment
'પૅલેટ' પર મૂકાયેલી નવી પોસ્ટ.
ક્યારેક લાકડી બદલાય છે, ક્યારેક તેને પકડનાર, ક્યારેક તેને દોરનાર, તો ક્યારેક બધા જ. આમ છતાં, જે કહેવું છે તે કહેવાઈ જાય છે.
અહીં કેટલાક એવાં કાર્ટૂનો એક સાથે મૂકેલાં છે, જે આ તસવીરના કથાવસ્તુ પર આધારીત છે, પણ દોરાયાં છે જુદા જુદા કાર્ટૂનિસ્ટો દ્વારા, જુદી જુદી ઘટનાઓ પર, જુદે જુદે સમયે.

Post has attachment
હું કોઈ મોટો ચિત્રકાર નથી છતાં.....

Post has attachment
ઘોડો વિચારતો હશે કે અમારામાં અને માણસમાં કેટલું સામ્ય છે! પાંચ વર્ષની ઉંમરથી અમારી પીઠ પર બોજો લદાઈ જાય છે. જો કે, તેને એ તફાવત બાબતે આશ્ચર્ય થતું હશે કે અશ્વસમાજમાં ‘લાઈફ એન્‍ડ્સ એટ ફોર્ટી’ની કહેવત છે, જ્યારે માનવસમાજમાં ‘લાઈફ બીગીન્‍સ એટ ફોર્ટી’ની કહેવત શાથી પડી હશે?

મારા બ્લોગ 'પેલેટ'ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે પાંચ વર્ષમાં શું શું થઈ શકે તેનું ગંભીર ચિંતન.

Post has attachment
"આ પત્રોના અંશ વાંચ્યા પછી આપણું સળવળી રહેલું કૂતુહલ રીતસર ઉછાળા મારી ઉઠે કે આ વલ્લવદાસ કોન્‍ટ્રાક્ટર છે કોણ? કોઈ ચિત્રકાર છે? કળારસિક છે? ચિત્રો ખરીદનાર છે? કળાવિવેચક કે લેખક છે? આવા અનેક સવાલો મનમાં થાય એ સ્વાભાવિક છે. કળાજગતમાં તેઓ આટલા જાણીતા હતા તો આપણા સાંભળવામાં એમનું નામ કેમ કદી આવ્યું નથી? પણ આવા અનેક સવાલો કદી મનમાં જાગ્યા નહીં."
એક રસપ્રદ શરૂઆત થવા પાછળની ઘટના- મારા બ્લોગ 'પેલેટ' પર:

Post has attachment
‘સાર્થક જલસો’ના છઠ્ઠા અંકમાં રજૂ થયેલ સામગ્રી એકબીજાથી અલગ વિષયને ખેડતા ૧૪ લેખોમાં પ્રસરેલ છે.દેખીતી રીતે ‘સાર્થક જલસો’માં રજૂ થતા વિષયો પ્રણાલિકાગત ઢાંચામાં બંધ નથી બેસતા, અને તેથી એ વૈવિધ્ય વાચકને દરેક અંક વાંચતી વખતે તાજગીની અનુભૂતિ કરાવે છે. દરેક લેખનું વસ્તુ અને પોત દરેક લેખને બહુ જ નિરાંતે વાંચવા અને વાગોળવા માટેનાં કારણો પણ પૂરાં પાડી આપે છે.'

અશોક વૈષ્ણવ દ્વારા 'સાર્થક-જલસો-૬' નો આસ્વાદ 'વેબગુર્જરી' પર અહીં:
સારાં વાચનની ભૂખ જગાડતું,અને સાથે સાથે સારા વાચનનો સંતોષ પણપૂરૂં પાડતું,‘પુસ્તક’: ‘સાર્થક જલસો–૬’ - મે ૨૦૧૬ - વેબગુર્જરી
પરિચયકર્તા: અશોક વૈષ્ણવ જે સામયિક દર છ મહિને પ્રકાશિત થતું હોય, જેની સામગ્રી લોકપ્રિયતાની સામાન્યપણે સ્વીકૃત માન્યતામાં સીધે સીધી બંધ ન બેસતી હોય, જેનો પ્રચાર મોટે ભાગે સમાન વાચનશોખ ધરાવતાં વાચકોની મુંહજબાની વધારે થતો હોય તેવાં‘પુસ્તક’કક્ષાનાં સામયિકનો છઠ્ઠો અંક બહાર પડી ચૂક્યો છે. આજની દોડભાગની, મોટામસ આંકડાઓ દ્વારા મપાતી સફળતાની, દુનિયામાં આ ઘટના જેટલી નોંધપાત્ર, ...વધુ વાંચો
webgurjari.in

Post has attachment
'પ્રોજેક્ટ યુનિફોર્મ' વિશે જાણતા હોય એ મિત્રો માટે અપડેટ અને ન જાણતા હોય એવા મિત્રો માટે જાણકારી.
'એક રીતે આ 'પ્રોજેક્ટ યુનિફોર્મ' હિંદુ-મુસ્લિમ ઐક્યનું જ્વલંત ઉદાહરણ પૂરૂં પાડે છે. જયેશના તમામ કારીગરો મુસ્લિમ છે, જ્યારે જયેશકુમાર પોતે ચુસ્ત સ્વામિનારાયણ! પણ તેમનો તાલમેલ અને કામ કરવાની ધગશ જોઈને બહુ મઝા આવે.
કેવા કેવા આડફાયદા થાય છે આ યુનિફોર્મ પ્રોજેક્ટથી! સૌથી મોટો ફાયદો અને સીધો દેખાતો ફાયદો એ છે કે સ્વ-રોજગાર પૂરો પાડવામાં આ પ્રોજેક્ટ બળૂકો પૂરવાર થયો છે.'
અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટ દ્વારા ચલાવાતા 'પ્રોજેક્ટ યુનિફોર્મ'ની અપડેટ આપતી પોસ્ટ મારા બ્લોગ 'પેલેટ' પર:

Post has attachment
"થોડા ઘણા છાંટોપાણીનો વાંધો નથી; પણ જો પ્રમુખશ્રી માપબહાર નીકળી ગયા તો શું ? શરૂઆતથી જ ના પાડી દેવાની જરૂર હતી કે આ ડખો અત્યારે ન કરવો; પણ ના ન પાડી શકાઈ કારણ કે આ પ્રમુખ માત્ર પ્રમુખ થોડાજ છે ? ખુદ કવિ કલાપીના દૂરના ભાયાતમાં છે. ને બાપુ જેવા બાપુને ના પાડવાની કોઈની દેન ?"
રજનીકુમાર પંડ્યાએ આલેખેલી એક કરુણ-રમૂજી સત્યઘટના 'વેબગુર્જરી' પર અહીં:

Post has attachment
"સત્તરેક વરસની એક છોકરીએ પોતાનો હાથ ઉંચો કર્યો અને કહ્યું, “ હા, હું જ છું એ. હું મારી સાથે કટારી રાખીને ફરું છું.” આવો બેધડક અને નિર્ભીક સ્વીકાર સાંભળીને તો છાવણીના આગેવાનનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો. “ તમારાથી આવી હિંમત જ શી રીતે થઇ શકે? અહિંસાના પાઠ તમે સમજ્યા જ નથી. આની રજૂઆત ખુદ બાપુ પાસે કરવામાં આવશે.”
જવાબમાં એ છોકરીએ જરાય ખચકાટ વિના કહ્યું, “ સ્વરક્ષણ માટે સ્ત્રીઓએ હથિયાર રાખવામાં કંઇ જ ખોટું નથી. આપ બાપુને ફરિયાદ કરી શકો છો.”
૧૦૩ વર્ષનું સંપૂર્ણ જીવન જીવીને ચિરવિદાય લેનારાં પૂર્ણિમાબેન પકવાસાના જીવનકાર્યની ઝલક મારા બ્લોગ 'પેલેટ' પર અહીં:

(વધુ એક વિનંતી: ૧૦૩ વર્ષનું સભર જીવન જીવી જનાર વ્યક્તિ માટે 'આર.આઈ.પી.', 'ઓમ શાંતિ', 'હરિ ઓમ' કે એવા અન્ય ચીલાચાલુ અને લખવા ખાતર લખાયેલા શ્રદ્ધાંજલિસૂચક શબ્દો શોભતા નથી. લેખ વાંચો કે ન વાંચો, પણ આવા શબ્દો લખવાનું, પ્લીઝ, ટાળશો.) 

Post has attachment
"ભારતીય સીરીયલમાં મોહતરમા પલંગમાંથી ઉઠે તો ચાદરને સળ પડે, પણ મેકઅપને નહિ. તો પાકિસ્તાનમાં ભલે મિયાંબીવી હોય, સીરીયલમાં કદી તેમને એકસાથે એક ખાટલા પર બેસાડવાની ગુસ્તાખી કરવા પર પાબંદી હતી. ખુસટ કહે, ‘તમારે ત્યાં વેનિટી ઈશ્યુ છે, અને અમારે ત્યાં સેનિટી.’"
Amit Joshi દ્વારા એક અદભુત મેળાવડાનો નમૂનેદાર અહેવાલ મારા બ્લોગ 'પેલેટ' પર અહીં:

Post has attachment
several untold stories and unseen pics of hindi film music 
in
"Melodies, Movies & Memories" by Nalin Shah
(pages: 248) 
order at spguj2013@gmail. com or online order at 
http://saarthakprakashan.com/melodies-movies-memories/
or whatsapp : 98252 90796
Photo
Photo
2016-01-09
2 Photos - View album
Wait while more posts are being loaded