Profile cover photo
Profile photo
Gurukul Parivar
664 followers -
The Official Google+ Page of Shri Swaminarayan Gurukul Parivar
The Official Google+ Page of Shri Swaminarayan Gurukul Parivar

664 followers
About
Posts

Post has shared content
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP દ્વારા કાર્યરત શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા તા. ૨૧ જાન્યુઆરી, રવિવારના રોજ પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણા તથા આશીર્વાદ સાથે વિનામૂલ્યે ડેન્ટલ એક-અપ અને ડેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ત્રણસોથી વધારે દર્દીઓએ પ્રાથમિક તપાસ તથા સારવાર મેળવી હતી. જેમાંથી જરૂરીયાતમંદ એકસો આઠ દર્દીઓને વિનામૂલ્યે ચોકઠા બનાવી આપવામાં આવશે. સામાન્ય રીતે એક ચોકઠાનો ખર્ચ ચારથી પાંચ હજાર રૂપિયા જેટલો થાય છે.
આ સાથે લોકોને દાંતના રોગો પ્રત્યે જાગૃતી આવે, ખોટા ઉપચારથી બચે અને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે પ્રેઝન્ટેશન તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદની જાણીતી સંસ્થા ઇન્ડીયન પ્રોન્થોડોન્ટીક સોસાયટીના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં જાણીતા ડેન્ટીસ્ટ અને મેડીકલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉ. જે.આર. પટેલ, ડૉ. સોમીલ મહેતા, ડૉ. મનીષ કાત્યાયન, ડૉ. કલ્પેશ વૌષ્ણવ, ડૉ. ચિરાગ ચાહાન, ડૉ. વિપુલ બારસિયા, ડૉ. શ્વેતા કુમારસ્વામી, ડૉ દર્શના શાહ, ડૉ. શ્રુતિ મહેતા, ડૉ. જીગ્ના શાહ, ડૉ. ઇના પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ ડેન્ટલ કેમ્પના મુખ્ય સ્પોન્સર્સ તરીકે અ.નિ. શ્રી ચંદુભાઈ ઓધવજીભાઈ સોનીની પવિત્ર સ્મૃતિમાં હસ્તે સુપુત્ર પ્રશાંત, પુત્રવધુ સ્વાતી બેન, પૌત્ર ઋષિલ, પૌત્રી પ્રિયલ વગેરે પરિવારજનોએ લાભ લીધો હતો.
PhotoPhotoPhotoPhoto
1/22/18
4 Photos - View album
Add a comment...

Post has attachment
During Dhanur Maas, students are inspired for various benevolent activities as a part of value education, promoted by Pujya Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swmai..
One of these is distribution of fruits in hospitals and schools. On January 07, 2018 students offered 2500 Kgs of various kinds of fruits and offered to Shree Ram –Shayam and Shree Ghanshayam Maharaj in from of Falkut.
Students personally visited the civil hospital, schools for disable students and distributes the fruits to sick people at hospital and students as a Prasad of Falkut and prayed for their soon good health.
Students spared 250 hours and distributed 2500 kgs fruits.
visit : Swaminarayangurukul.org
Add a comment...

Post has attachment
શ્રી રામ, શ્યામ, ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ તથા શાકોત્સવ.
Photo
Add a comment...

Post has attachment
તા. ૧૪મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ. આજના દિવસથી સૂર્યનો પ્રવેશ મકરરાશીમાં થતો હોવાથી ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના પર્વનું માહાત્મ્ય યુગોથી ગવાતું આવે છે. કહેવાય છે કે, મકરસંક્રાંતિના અનેરા માહાત્મ્યને કારણે જ પિતામહ ભિષ્મે પંચાવન દિવસ સુધી પોતાના શરીરને બાણશૈયા પર ટકાવી રાખીને આજના દિવસે શરીર શાંત કર્યું હતું.
અમેરિકા, સવાનાહ (જ્યોર્જીયા) ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી કાર્યરત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં ભારતીય સંસ્કૃતિને આધારે મકરસંક્રાંતિ પર્વની અનેરા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આજના દિવસે અમેરિકાના વિવિધ વિસ્તારોમાંથી ઉત્સાહી ભાઈ-બહેનો લગભગ બે હજારની સંખ્યામાં એકત્રિત થયા હતા અને આખો દિવસ પતંગ ચગાવવાની મોજ માણી હતી.
આજના દિવસે વહેલી સવારે સંતોના સાનિધ્યમાં ભક્તજનોએ ભગવાન શ્રી સ્વામિનારાયણનું, સૂર્યનારાયણ દેવ ના પૂજન સાથે ગૌપૂજન કર્યું હતું. મંદિરમાં સેવા કરનારા ભાઈ-બહેનો દ્વારા મકરસંક્રાંતિના પર્વને અનુરૂપ પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. અમેરીકાના અનેકવિધ વિસ્તારોમાંથી આવનારા ભારતીય અને અમેરીકન ભાઈ-બહેનોએ આ તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અનેરો આનંદ માણ્યો હતો.
આ પર્વની ઉજવણી માટે અમદાવાદથી પતંગ તથા ફીરકીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને નાના બાળકોને આનંદ ઉપજાવે એવા કિડ્‌સ ઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
મકરસંક્રાંતિના પવિત્ર પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, “મકરસંક્રાંતિનો ઉત્સવ એટલે સૂર્ય પૂજાનો ઉત્સવ. સૂર્ય જ્ઞાનનું પ્રતિક છે. સૂર્ય સૃષ્ટિને પોતાના પ્રકાશ દ્વારા ઉર્જાવાન રાખે છે એ જ રીતે જ્ઞાન માનવજીવનને અનોખા પ્રકાશથી ભરી દે છે.”
“આ જ સૂર્યનું શાસ્ત્રીય નામ પતંગ પણ છે. માનવજીવન રૂપી પતંગ, આયુષ્યરૂપી દોરી દ્વારા પરમાત્માને પામવા ઉર્ધ્વગતિ કરે છે ત્યારે પેચ રૂપી અનેક અવરોધો આવે છે. તે બધા જ અવરોધોથી બચતા રહીને ઉર્ધ્વગતિ કરતા રહીએ તો પરમાત્મા રૂપી સૂર્ય તરફ આગળ વધી શકાય.”
SGVP ગુરુકુલ - યુ.એસ.એ.માં સેવા કરનારા ભાઈ-બહેનોએ પૂજ્ય શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી તથા પૂજ્ય શાસ્ત્રી કુંજવિહારીદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે આ મહોત્સવને સફળ બનાવવા ખૂબ જ સુંદર પૂર્વતૈયારીઓ કરી હતી.
visit: SwaminarayanGurukul.org
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
॥ વૃતાલયે સ ભગવાન્ જયતીહ સાક્ષાત્ ॥
અમદાવાદમાં ચાલતા હિંદુ આધ્યાત્મિક મેળામાં આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિરના ધાર્મિક સાહિત્ય સ્ટોલની છારોડી તથા મેમનગર ગુરુકૂળના પ્રેરણા અને સંત વિભૂતિઓ પૂજ્ય માધવપ્રસાદદાસજી સ્વામી
તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી ( પૂજ્ય બાલુ સ્વામી )એ આજે ઢળતી સાંજે મુલાકાત લઇ આનંદ વ્યક્ત કર્યો હતો અને સ્ટોલ પર ફરજ બજાવતા સેવકોને અભિનંદન સાથે આશિર્વાદ આપ્યા હતા. બંને સંત વિભૂતિઓની
પધરામણીથી સેવકોમાં ઉત્સાહ સાથે આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી..!
__________॥@ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર Vadtal Centre Anand ( reco.by govt.of gujarat )
Photo
Add a comment...

Post has shared content
Phone Conference Call with Guruvarya Pujya Madhavpriyadasji Swami om Jan 14, 2018, 9 PM EST
To join the conference call

please follow the instructions below
Dial 641-715-3810 Enter access code 848392#
Photo
Add a comment...

Post has attachment
visit: SwaminarayanGurukul.org
સમસ્ત કચ્છ માટે એક ગૌરવરૂપ ઘટના
નાયરોબીના શ્રી ડૉ. રામજી દેવશી ધનજી વેકરીયા ‘એમ્બેસેડોર ઓફ ગુડ વીલ’ પદવીથી સન્માનિત થયા.
મૂળ બળદીયા (કચ્છ) તથા હાલ નાઇરોબી નિવાસી આદરણીય શ્રી રામજી દેવશી ધનજી વેકરીયાને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ (યુ.એસ.એ) દ્વારા ‘એમ્બેસેડોર ઓફ ગુડ વીલ’થી સન્માનિત આવ્યા છે. ઉપરાંત લાઇન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ચેરપરસન્સ મેડલ અર્પણ કરવામાં આવેલ છે.તાજેતરમાં કલકત્તા ખાતે યોજાયેલ એક ફક્શનમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ચેરમેનના
હસ્તે રામજીભાઇને આ સન્માનથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીને આ સન્માન લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ સાથે જોડાઇ અનેક સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રોમાં અનેરા યોગદાન બદલ આપવામાં આવી હતી. શ્રી કચ્છ લેવા પટેલ સમાજમાં આ રીતે ડૉક્ટરેટની પદવી મેળવનાર રામજીભાઇ વિરલ વ્યક્તિ છે. રામજીભાઇના સન્માનની આ ઘટના સમસ્ત કચ્છ પ્રદેશ, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ તથા સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવરુપ ઘટના છે.લાયન્સ ક્ષેત્રે ભાગ્યેજ વિરલ વ્યક્તિઓને પ્રાપ્ત થતાં આ સન્માન બદલ સમસ્ત જીય્ફઁ ગુરુકુલ પરિવાર ગૌરવ અનુભવે છે. ગુરુકુલ પરમપરાના સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી તથા
કચ્છના તેમજ અન્ય અનેક મહાન સંતોનો અનેરો રાજીપો રામજીભાઇએ મેળવ્યો છે.લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તેમણે અનેક દેશોમાં સ્કુલો તથા હોસ્પીટલોના નિર્માણમાં ખૂબ મોટી સેવાઓ કરી માનવસેવાનું એજોડ કાર્ય કર્યું છે.રામજીભાઇને પ્રાપ્ત થયેલ ડૉક્ટરેટની પદવી બદલ તેઓશ્રીને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP), અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીસ્વામીએ હાર્દિક શુભકામના સાથે શુભાશીર્વાદ પાઠવ્યા હતા.
Add a comment...

Post has attachment
Photo
Add a comment...

Post has attachment
Add a comment...
Wait while more posts are being loaded